વેરાવળમાં મૈત્રી કરારથી રહેતી યુવતીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી મારમાર્યો

વેરાવળ તા. ૨૨ : ભાલકા વિસ્તારમાં મૈત્રી કરાર થી રહેતી યુવતીની મરજી વિરૂઘ્ધ શરીર સંબધ બાંધી દુષ્કર્મ કરી ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરીયાદ નોધાયેલ છે. વેરાવળ ભાલકા વિસ્તારમાં રહેતી યુવતી એ નીખીલ નીતીનભાઈ રાવત સાથે મૈત્રી કરારથી સાથે રહેતી હોય તે યુવતીની મરજી વિરૂઘ્ધ નીખીલે અવાર નવાર શારીરીક સંબધ બાંધી અકિલા દુષ્કર્મ કરી ઢીકાપાટુનો મારમારેલ નીખીલની ઉમર ર૦ વર્ષ કરતા ઓછી હોવાથી સીવીલ મેરેજ કરી શકે તેમ ન હોય તેથી તા.૩૧/૧/ર૦ર૦ કનિદૈ લાકિઅ ના રોજ મૈત્રી કરાર કરેલ હતો. આ યુવતીએ ફરીયાદમાં જણાવેલ કે નીખીલની મમ્મીની ચડામણીથી મારમારતો ત્રાસ સહન થતા ઘરેથી નિકળી ગયેલ હોવાનું જણાવેલ છે. પોલીસે ૩૭૬,૩ર૩ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરેલ છે