અમદાવાદની સિવિલમા મૃત દર્દીના કિમતી વસ્તુ ની ચોરી થતી હોવાની ફરિયાદો

પોલીસ કહે છે કે અમે સીસીટીવી ફટેજ ચેક કરી રહ્યાં છીએ પરંતુ હજી સુધી કોઇ પુરાવો મળ્યો નથી, ૧૫ દિવસમાં ચાર ફરિયાદો કરવામાં આવી છતાં પ્રશાસન ચૂપ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહેલાં સ્વજનને ખોવાનું દુખ થાય છે ત્યારબાદ સ્વજનની ચીજવસ્તુઓ ચોરી થાય છે તેનું દુખ છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં અત્યાર સુધી ચોરીની ઘટનાઓ ઓછી બનતી હતી પરંતુ હવે દિન–પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધતી જાય છે. દર્દીઓના કિમતી સામાનની ચોરીઓ થઇ રહી છે ત્યારે વહીવટી તત્રં કહે છે કે અમે પગલાં લઇ રહ્યાં છીએ.

સિવિલમાં કોરોના સંક્રમણની સારવાર પછી જે દર્દીનું મૃત્યુ થાય છે તેના કિમતી સામાનની ચોરી થાય છે. કોઇનો કિમતી મોબાઇલ ફોન ચોરાય છે તો કોઇના ઘરેણાં ચોરાય છે. કોઇના પર્સની ચોરી થાય છે તો કોઇની અન્ય ચીજવસ્તુઓ ચોરીને કોઇ લઇ જાય છે. આ પ્રકારની કુલ ચાર ઘટનાઓ સામે આવી છે છતાં પ્રશાસન કોઇ કાર્યવાહી કરી શકતું નથી.

ચોરીની ઘટનાઓ પછી પોલીસને તપાસ સોંપવામાં આવી છે પરંતુ પોલીસ કહે છે કે અમને ચોરીની ઘટનાઓની ફરિયાદ મળી છે અને અમે તપાસ કરી છે પરંતુ અત્યાર સુધી અમને કઇં મળ્યું નથી. કુબેરનગરના છારાનગરમાં રહેતા ૪૫ વર્ષના ઉમેશ તમાશે ને ૧૧મી મે ના રોજ ભરતી કરવામાં આવ્યો હતો. ૧૬મી મે એ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા પછી તેનું મોત થયું હતું. પરિવારજનો તેનો બોડી લેવા ગયા તો તેની ઘડિયાળ અને મોંઘો સ્માર્ટફોન ચોરી થયો હતો. ૧૪મી મે સુધી ઉમેશ તેના પરિવારજનોના સંપર્કમાં હતો. ઓનલાઇન ફરિયાદ કરનારા ઉમેશના પરિવારજન કહે છે કે આઇસીયુમા તેમને દાખલ કર્યા પછી તેમનો સંપર્ક થઇ શકયો નથી. બીજા દિવસે ફેસબુક મેસેન્જરમાં એક મેસેજ આવ્યો હતો પરંતુ મોબાઇલ કોઇ બીજી વ્યકિત વાપરી રહી હતી. આવી જ બીજી ઘટના ગરીબનગરના હસન બિલાલ અબુ કાસિમ પઠાણની છે. તેમની ફરિયાદ હતી કે બિલાલની મા અન્નુબાનુ પઠાણને ૧૫મી મેના રોજ સિવિલમાં ભરતી કરવામાં આવી હતી. ૧૭મી મેએ તેનું અવસાન થયું હતું. યારે તેણીની બોડી જોવામાં આવી ત્યારે તેની માતાની સોનાની રીંગ અને અંગૂઠી ગાયબ જોવા મળી હતી. આવી બીજી બે ચોરીઓ થઇ હતી.

આ પ્રકારની ચોરીઓની ઘટનાથી હોસ્પિટલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ફરિયાદો પછી સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કેમ નથી બનાવવામાં આવી તેવો સવાલ છે. બીજી તરફ પોલીસ કહે છે કે સીસીટીવી ફટેજની તપાસ શ કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઇ પુરાવા મળ્યા નથી