પાલનપુરના મોલીપુર ગામે જન્મેલા ટ્વીન્સ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ અંગે જાણવા મળ્યાનુસાર વડનગર તાલુકાના મોલીપુર ગામે 30 વર્ષીય મહિલાએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. બાળકોની માતા કોરોના પોઝિટિવ હતા જ તેથી બાળકોના રીપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેણે એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. નવજાત બાળકોનો પહેલીવાર રીપોર્ટ થયો ત્યારે પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બાળકીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બે દિવસ બાદ બાળકીનો ફરીવાર રીપોર્ટ કરવામાં આવતાં જાણવા મળ્યું કે બાળકી પણ કોરોના સંક્રમિત થઈ છે. હાલ બંને બાળકો સારવારમાં છે. જો કે ગુજરાતમાં આ પહેલી ઘટના છે જેમાં નવજાત ટ્વીન્સને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય.