કોરોના સંકટ વચ્ચે તીડનું પણ સંકટ સામે આવ્યું છે. આફ્રિકા તરફથી આવેલું તીડનું મોટું ઝુંડ ગુજરાત તરફ વળ્યું છે. સૌરાષ્ટ્ર અને હાલરના ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તીડના ટોળા જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારા થયો છે. હાલારના જિલ્લાઓમાં તીડના આક્રમણનો ખતરો હોવાથી તંત્ર દ્વારા 1077 નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.