સામખિયાળી.ભચાઉના લાકડિયા પાસે રાત્રે પોણા દશ વાગ્યાના અરસામાં કટારિયા તરફથી પૂરપાટ આવી રહેલું ડમ્પર કચ્છ તરફ આવી રહેલા રાજસ્થાન પાર્સીંગના ટ્રેઇલર સાથે કટારિયા ચોકડી પાસે ધડાકાભેર અથડાતાં ટ્રેઇલર ચાલક દબાઇ ગયો હતો જેને જેસીબીની મદદથી બહાર કઢાયો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ટ્રેઇલર ચાલકને 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયો હતો. ડમ્પર ચાલકને પણ ઇજા પહોંચી હતી પરંતુ તે ફરાર થયો હતો.