ભુજ, તા. 24 : ભચાઉ શહેર નજીક આવેલા યશોદાધામમાં સાડાત્રણ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટનાને પાંચ દિવસથી વધુ થઇ?ચૂક્યા હોવા છતાં હજુ સુધી આરોપી ન પકડાયાની ઘટનાને દુ:ખદ ગણાવી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ આરોપીની વેળાસર ધરપકડ કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પવિત્ર રમજાન માસમાં બનેલી આ ઘટનાને નિંદનીય ગણાવતા સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ કહ્યું કે, આરોપીને પકડવામાં હજુ સુધી પોલીસ તપાસે ગતિ પકડી નથી. દરમ્યાન, ભચાઉ?શહેર તાલુકાના સમિતિના આગેવાનો સૈયદ મોહમ્મદશા પીરપડલશા, સૈયદ શેરઅલી બાપુ તેમજ ભચાઉ મુસ્લિમ જમાતના પ્રમુખ અહમદશા ડાડા, અલીમામદ કુંભાર, હાજી રમજુ કુંભારે પીડિત બાળાના પરિવારની મુલાકાત લીધી ત્યારે તંત્રે હજુ સુધી આ પરિવારની પૃચ્છા કરી ન હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.’ વેળાસર આરોપીની ધરપકડ સાથે પરિવારની તંત્ર?સંભાળ લે તેવી મુસ્લિમ હિતરક્ષક સમિતિની માંગ છે. જિલ્લા સમિતિના મહામંત્રી સુલ્તાન સોઢાએ આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ જોડે સતત સંપર્કમાં હોવાનો યાદીમાં ઉલ્લેખ’ કરાયો છે.’