કોરોના વાઈરસના કહેરના પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સામેની લડાઈ ફ્રન્ટ લાઈન વોરિયર્સ લડી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની એક નર્સે ન્યુ મણિનગરમાં આવેલા રિવેરા કર્ણાવતી ફ્લેટના 10મા માળેથી ઝંપલાવીને મોત વ્હાલું કર્યુ હતું.શેફાલી મેકવાન (ઉ.વ.30) નામની નર્સના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. નર્સના આપઘાતની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી