શાહપુરમાં કતલ માટે ઢોર મગાવનાર 7 સહિત 12 આરોપીની શોધખોળ શરૂ કરાઇ

શાહપુર પોલીસે રાણી રૂપમતી મસ્જિદ પાછળથી મળી આવેલા કતલખાનામાં કતલ માટે ઢોર મગાવનાર 7 સહિત 12 આરોપીની શોધખોળ શરૂ કરી છે. 75 પશુને લાવનાર વાહનચાલકો ઉસ્માનગની કુરેશી, રફીક કુરેશી, ગુલામ ઘોષ કુરેશી, યાસીન કુરેશી અને મહમંદ યારુભાઈ કુરેશીની પૂછપરછ કરી હતી. આ શખ્સો પાસેથી ઢોર લેનાર તરીકે અદનાન નુરમોહંમદ ઉર્ફે શેરૂ કુરેશી, મોસીન બાબુ કોડી, મોનો બાબુ કોડી, શબ્બીર જાની કુરેશી, આરીફ પચાસીયો, અહેમદ કબીર ઉર્ફે ભોલા અને સિદ્દીક ભૂરાના નામ ખૂલ્યાં હતાં. કુલ 26 લાખનો મુદ્દામાલ કબજે કરી 75 ઢોર બચાવનાર શાહપુર પોલીસે કુલ 12 આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરાયાનું શાહપુર પી.આઈ. આર.કે. અમીને જણાવ્યું હતું.શાહપુર પોલીસે રાણી રૂપમતી મસ્જિદ પાછળથી મળી આવેલા કતલખાનામાં કતલ માટે ઢોર મગાવનાર 7 સહિત 12 આરોપીની શોધખોળ શરૂ કરી છે. 75 પશુને લાવનાર વાહનચાલકો ઉસ્માનગની કુરેશી, રફીક કુરેશી, ગુલામ ઘોષ કુરેશી, યાસીન કુરેશી અને મહમંદ યારુભાઈ કુરેશીની પૂછપરછ કરી હતી. આ શખ્સો પાસેથી ઢોર લેનાર તરીકે અદનાન નુરમોહંમદ ઉર્ફે શેરૂ કુરેશી, મોસીન બાબુ કોડી, મોનો બાબુ કોડી, શબ્બીર જાની કુરેશી, આરીફ પચાસીયો, અહેમદ કબીર ઉર્ફે ભોલા અને સિદ્દીક ભૂરાના નામ ખૂલ્યાં હતાં. કુલ 26 લાખનો મુદ્દામાલ કબજે કરી 75 ઢોર બચાવનાર શાહપુર પોલીસે કુલ 12 આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરાયાનું શાહપુર પી.આઈ. આર.કે. અમીને જણાવ્યું હતું.