અબડાસા તાલુકાના ચિયાસર ગામે મજૂરી કામ કરતા 2પ વર્ષીય મહેશ કેસા કોળી ગઈકાલે રાત્રે કોઈને પણ કંઈ પણ કહ્યા વિના ઘરેથી ચાલ્યો હતો. ત્યારબાદ આ યુવક સવારે સાત વાગ્યે તેના ઘરની બાજુમાં લીમડાના ઝાડ પર ગળામાં રસ્સી બાંધીને લટકતો મળી આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર મહેશે અંતિમ પગલું લીધું હોવાનું તેના ભાઈ કાંતિએ કોઠારા પોલીસ મથકે લખાવ્યું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આદરી છે.