ગાંધીધામમાં પાંચ જુગારી જડપાયા

શહેરના ચાવલા ચોક નજીક વોર્ડ-12-એમાં આવેલી હાજીપીર હોટેલ પાછળ પત્તા ટીચતા પાંચ શખ્સને ઝડપી લેવાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,250 જપ્ત કરાયા હતા. શહેરમાં આવેલી હાજીપીર રેસ્ટોરેન્ટ પાછળ શિવમંદિર નજીક અમુક ઈસમો જુગાર રમી રહ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસ ત્રાટકી હતી. અબ્દુલ ઈલિયાસખયા (મુસ્લિમ), દિનેશ ભગજી મેઘવાળ, ધરમસિંઘ જયસિંઘ યાદવ, હિંમત લક્ષ્મણ પરમાર તથા માઈકલ વિલ્સન જોન નામના શખ્સોની ધરપકડ કરી હતી. તીન પત્તી વડે પોતાનું નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી આજે સાંજે રોકડા રૂા. 10,250 તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. 24,250નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.