મણિપુરમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નિકળ્યા આવ્યા
દેશના ઉત્તરપૂર્વી રાજ્ય મણિપુરમાં સોમવારે ભૂકંપનો ૫.૫ની તીવ્રતાનો આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. મણિપુરમાં રાત્રે ૮ વાગીને ૧૨ મીનીટે ભૂકંપનો ઝટકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૫ નોધાઇ હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરથી 15 કિમી મોઈરાંગ ખાતે નોધાયું હતું. આ પહેલા પણ મણિપુરમાં ગત શુક્રવારે ભૂકંપનો ઝટકો રિક્ટર સ્કેલ પર ૩.૬નો નોધાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસથી દેશના ઘણા ભાગમાં ભૂકંપના ઝટકા આવતા રહેતા હોય છે. ૨૦ મેના રોજ બેંગલોરમાં પણ લોકોએ અજીબ પ્રકારનો અવાજ સંભાળીને લોકો ઘરની બહાર આવી ગયા હતા જોકે અધિકારીઓએ ભૂકંપ ન હોવાનું ઇનકાર કર્યો હતો. આ પહેલા રાજ્સ્થાનના ઝૂનઝૂનુંમાં પણ ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. જયપુર હવામાન કેન્દ્ર નિર્દેશક શિવ ગણેશે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિમી ઊંડું હતું. તેમણે જણાવ્યું હતું કે, સવારે ૯.૨૧ મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જે રિક્ટર સ્કેલ પર ૩.૨નો નોધાયો હતો.