નવાગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં દારૂ સાથે ડ્રાઇવર સહિત ત્રણ ઝડપાયા


શહેરની ભાગોળે નવાગામ પાસે ચેકીંગ દરમિયાન પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં બે બોટલ દારૂ સાથે ડ્રાઈવર-ક્લીનર સહિત ત્રણને ઝડપી લીધા હતા.પોલીસે દારૂની બોટલ તથા બસ સહિત કુલ રૂ. 10,16,600 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઈ આર.કે.રાઠોડ તથા કોન્સ્ટેબલ કિશન અજાગીયા રાત્રીના સાત હનુમાન પાસે નવાગામ નજીક ચેક પોસ્ટ પર ચેકીંગમાં હતાં.દરમિયાન અહીંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસ ન. જી.જે.3 બી.વી 0911 ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી બ્લેન્ડર પ્રાઇડ વિસ્કીની બે બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂની બે બોટલ સાથે બસના ચાલક અમિત અશોકભાઈ રાઠોડ (ઉ.વ 42)(રહે.શાસ્ત્રી નગર 10 રામાપીર ચોકડી રાજકોટ), કંડકટર અજય નાથાભાઇ ભારાઇ (ઉ.વ 24), (રહે.જામજોધપુર ) તથા સાગર અરવિંદભાઈ વાંજા (ત્રિરૂપતિ બાલાજી મંદિર પોરબંદર) ને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધાયો છે.પોલીસે દારૂની બે બોટલ, ત્રણ
મોબાઇલ અને બસ સહિત કુલ રૂ.10,16,600 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.