અંધારા નો લાભ લઈ એકલો જોઇને ત્રણ શખ્સો તલવાર-ધોકા વડે તુટી પડયા
રાજકોટના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે રહેતો યુવાન રાત્રે જૂનાગઢ ખાતે ઘરે હતો ત્યારે ત્રણ શખ્સો યુવતી બાબતે ઝઘડો કરી ઘરમાં ઘુસી ગયા હતા અને તલવાર-ધોકા વડે હુમલો કર્યો હતો. આ મામલે જૂનાગઢ એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ રહેતા રમેશભાઈ નાનકગીરી મારુ (ઉ.28) નામને યુવાન જૂનાગઢનાં દાતાર રોડ પર સાવનાણી બિલ્ડીંગ સામે પોતાના બીજા ઘરે હતો ત્યારે રાકેશ ચુડાસમા, રાહુલ અને મનને તલવાર ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી માથે શરીરે ગંભીર ઇજા થતાં તેને અત્રેની સિવિલમાં ખસેડાયા હતાં.
રમેશે આક્ષેપમાં જણાવ્યું હતું કે પોતે ખાનગી કંપનીમાં નોકરી છે. લોકડાઉનમાં રાકેશ સાથે યુવતી મામલે માથાકુટ થઇ હતી. રાકેશ પરિણીત અને એક પુત્રનો પિતા છે. મને જે યુવતીનાં મેસેજ આવતા હતા તે યુવતી રાકેશ સાથે પણ વાતચીત કરતી હોય જે રાકેશને જાણ થતાં માથાકુટ થઇ હતી તે દરમિયાન ગઇકાલે જૂનાગઢમાં મારુ બાઈક લેવા આવ્યો ત્યારે ત્રણેય શખ્સોએ ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.
રમેશભાઈ બે ભાઈ એક બહેનમાં વચેટ છે. મારામારીમાં મોબાઈલ પણ તુટી ગયો હતો. આ મામલે જૂનાગઢ પોલીસ મથકનાં સ્ટાફે રાકેશની ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.