માળીયાના માં મુરઘીના વેચાણની તકરારમાં જુથ અથડામણ

મોરબી જિલ્લાના માળીયા(મિં) તાલુકામાં આવેલા નિરૂબેનનગર ખાતે બે જૂથો વચ્ચે મુરઘી વેચાણ બાબતે બોલાચાલી થયા બાદ પાઇપ-છરી વડે સામસામે મારામારી થઇ હતી જેમાં બંને પક્ષના થઈને કુલ ત્રણેક લોકોને ઈજાઓ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ નિરૂબેનનગરના મુસાભાઇ ઓસમાણભાઇ માણેક મિંયાણા (41) ને સામાવાળા જાફર ઇકબાલભાઇ કમેારા, ગુલામ હુશૈન કમોરા તથા અનવર ઉર્ફે ભોપલો ઇકબાલ કમોરા ત્રણેય રહે.નિરૂબેનનગર તા.માળીયા(મિં) એ એકસંપ કરીને માર માર્યેા હતેા જેમા મુસાભાઇ ઓસમાણભાઇ માણેકને તેમજ સામા પક્ષના જાફર ઇકબાલભાઇ કમેારા અને ગુલામ હુશૈન કમોરાને ઇજા થઇ હતી જાફર અને ગુલામને વધુ સારવાર માટે મેારબી લાવવામાં આવેલ છે.
સારવાર લીધા બાદ મુસાભાઇ ઓસમાણભાઇ માણેકે માળીયા પેાલીસ મથક ખાતે જાફર ઇકબાલભાઇ કમેારા, ગુલામ હુશૈન કમોરા તથા અનવર ઉર્ફે ભોપલો ઇકબાલ કમોરા ત્રણેય રહે.નિરૂબેનનગર વિરુદ્ધ ફરીયાદ નેાંધાવી જણાવ્યું હતું કે, સામાવાળાના ભાઇએ ફરિયાદી એાસમાણભાઇ મુરઘીનું વેચાણ કરતા હોવા છતા તેમની પાસે મુરઘી નથી તેવુ ગ્રાહકોને કહેતો હોય જેથી તેને સાહેદોએ સમજાવી પાછા મોકલી દીધેલ તેનું મન દુ:ખ રાખીને ઉપરેાકત ત્રણેય આરોપીઓએ લાકડી, લોખંડના પાઇપ તથા છરી વડે ફરિયાદી તથા સાહેદોને માથાના ભાગે તથા હાથના ભાગે ઇજા કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ત્રણેય સામે ગુનો નેાંધીને એએસઆઇ ચેતનભાઇ કડવાતરે આગળની તપાસી હાથ ધરી છે. સામા પક્ષે ગુલામહુસેન કમોરા, મુસા માણેક, કાસમ, અસગર માણેક સામે હુમલો કર્યાની ફરીયાદ કરી છે.