મંગળવારે સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામના ૭૫ વર્ષ નાં વૃધ્ધને શ્ર્વાસ તેમજ ગળું છોલાવાની તકલીફ જણાતાં તેઓનો કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તો પાટણ શહેર અને પંથકમાં કોરોનાવાયરસ ની મહામારીમાં સપડાયેલા દસ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ બનતા તેઓને મંગળવારે રજા આપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.. પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસ ની સંક્રમણને લીધે અત્યાર સુધીમાં કુલ ૭૧ જેટલા લોકો ને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તમામ ને સારવાર હેઠળ ધારપુર હોસ્પિટલ, જનતા કોવીડ-૧૯ હોસ્પિટલ, તેમજ દેથલી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા. જે પૈકી નાં જનતા હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ બનેલા ચાર કોરોના દર્દીઓ તેમજ ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓ અને સિદ્ધપુરની દેથલી ડેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ એક દર્દી મળી કુલ દસ કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ બનતા તમામને મંગળવારના રોજ રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારના રોજ પાટણ પંથકમાં દસ દર્દીઓને રજા અપાતા અત્યાર સુધીમાં કુલ ૭૧ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૪૮ દર્દીઓને સ્વસ્થ બનાવી રજા આપવામાં આવી હોવાનું તેમજ અત્યાર સુધી માં ૫ દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.મહેસાણા : જિલ્લામાં લેવાયેલાં કોરોના શંકાસ્પદોનાં સેમ્પલ પૈકી મંગળવારે ૩૦ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો, જે તમામ નેગેટિવ હોઈ તંત્રએ આંશિક રાહત અનુભવી છે. જ્યારે મંગળવારે વધુ ૪૪ શંકાસ્પદોનાં સેમ્પલ લેવાયાં હતાં, જે સાથે કુલ ૪૯ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે.મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કુલ ૯૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે મંગળવારે ૩૦ સેમ્પલના ટેસ્ટીંગનો રિપોર્ટ આવ્યો હતો અને આ તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ હતો. જો કે, મંગળવારે જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાંથી શંકાસ્પદોનાં વધુ ૪૪ સેમ્પલ સેવાયાં હતાં. અગાઉનાં પાંચ સેમ્પલ અને આ ૪૪ મળીને કુલ ૪૯ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે. જિલ્લામાં અત્યાર સુધી ૧૨૫૨ કોરોના શંકાસ્પદોનાં સેમ્પલ લેવાયાં છે, જે પૈકી ૧૧૦૬ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે ૮૫નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ૧૨ દાખલ દર્દીના રિપીટ ટેસ્ટ માટેના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીના કોરોના પોઝિટિવ દર્દીની કુલ સંખ્યા ૯૦ થઈ છે, જે પૈકી ૫૫ દર્દીઓ સારવારથી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે, ૩૦ દર્દીઓ હાલમાં એક્ટિવ કેસ તરીકે કોરોનાની સારવાર લઈ રહ્યાં છે તેમજ પાંચ દર્દીઓનું મોત નિપજ્યું છે