દિલ્હીના તુગલકાબાદમાં ભીષણ આગઃ 200 ઝૂંપડા સળગી ગયા

દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં ગઈરાત્રે લાગેલી આગથી અફરાતફરી મચી ગઈ હતી. તુગલકાબાદની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ ઉપરાછાપરી ગેસ- સિલિન્ડર ફાટતા ઝડપભેર ફેલાઈ ગઈ. આગમાં ૨૦૦ થી વધુ ઝૂંપડા અને ગોદામ સાફ થઈ ગયા. અગ્નિશમન દળના ૩૦ ફાયર ફાઈટર ઘટનાસ્થળે ધસી ગયા હતા, જેમણે અથાક પરિશ્રમ પછી આગ પર અંકુશ મેળવ્યો હતો.દક્ષિણી દિલ્હી ઝોનના નાયબ મુખ્ય ફાયર ઓફિસર એસ.એસ.તુલીએ જણાવ્યું કે તુગલકાબાદ ગામમાં મોટા પાયે ફાટી નીકળેલી આગને બુઝાવવા માટે લગભગ ૩૦ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલાયા હતા. હવે આગ કાબુમાં છે. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરિસ્થિતિ હવે સંપૂર્મ અંકુશ હેઠળ છે.