વિશેષ સીબીઆઈ કોર્ટે પોલીસ અધિકારીઓ જેમાં ઉપસ્થિત હતા એ લિકર બેરને યોજેલી પાર્ટીના સમાચાર લીક કરતાં હોવાનો જેના પર શક હતો એ પોલીસ અધિકારીની હત્યાના પ્રયાસ બદલ કેરળના પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય ત્રણ જણાને દોષિત ઠરાવ્યા છે.થિરૂવનંતપુરમના વિશેષ ન્યાયમૂર્તિએ કેરળના પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક સંતોષ નાયર ઉપરાંત જિન્દા અનિ, કન્ટેઈનર સંતોષ અને પેન્ટિ એડવિન (બધી ખાનગી વ્યક્તિઓ) ને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.કોર્ટે, જેની હત્યાનો પ્રયાસ કરાયો હતો એ બાબુકુમાર નામના ફરિયાદી હેડ કોન્સ્ટેબલને, ઉપરોક્ત ચારેય ગુન્હેગાર ૨૫-૨૫ હજાર (કુલ એક લાખ રૂપિયા) ચૂકવે એવો હુકમ પણ કર્યો છે. બાબુ કુમારને ૨૦૧૦માં કોલ્લાન ખાતે મારી નાંખવાના ઈરાદે એમના પર ચાકુના અનેક ઘા કરાયા હતા.ગુન્હેગાર ઠરેલા ઉપરોક્ત ચાર પોલીસ કર્મીઓ ઉપરાંત કેટલાક સિનેસ્ટારની હાજરીના લીધે લિકર બેરને યોજેલી જે પાર્ટી એક મોટું કૌભાંડ બની ગઈ એના વિષેની માહિતી લીક થવા પાછળ કુમારનો હાથ હોવાની શંકા રાખી ગુન્હેગાર પોલીસકર્મીઓએ કુમાર પર હુમલો કર્યો હતો.માતૃભૂમિ’ નામના મલયાલમ અખબારમાં આ પાર્ટી વિષેના સમાચાર પ્રસિધ્ધ કરનાર પત્રકાર પર પણ હુમલો કરાયો હતો. કેસની અલગ ટ્રાયલ પણ ચાલી રહી છે.