મોડી સાંજે વોંધ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમા ગંભીર ઈજાઓ થતાં અન્ય એક યુવાનને 108 વડે હોસ્પિટલ મા ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. બાઇકને ટક્કર મારી અજાણ્યો ચાલક પોતાના વાહન સાથે ફરાર થઇ ગયો હતો.પોલીસે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવા સહીતની કામગીરી હાથ ધરી.