કોટેશ્વરથી માંડવી સુધીના દરિયાકાંઠે તેજ પવન ફૂંકાયો, દરિયામાં તોફાની મોજા ઉછળ્યા

ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા હોવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છમાં કોટેશ્વરાથી માંડવી સુાધીના દરિયાકાંઠે તેજ ગતિાથી પવન ફૂંકાયો હતો. જેના પગલે દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા. જેની અસર તળે કચ્છના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મળતી વિગતો અનુસાર આજે સવારાથી જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને કોટેશ્વર અને નારાયણ સરોવર વિસ્તારના દરિયાકાંઠે તીવ્ર ગતિાથી પવન ફૂંકાયો હતો. સાથે સાથે અબડાસાના નલિયા અને માંડવી સુાધીના દરિયાકાંઠે પણ પવનની ઝડપ સામાન્ય દિવસો કરતા ઘણી વાધારે રહી હતી. જાણે કે ચોમાસાનો સમય હોય આૃથવા તો વાવાઝોડુ આવવાનું હોય તેવી રીતે ફૂંકાઈ રહેલા પવનના કારણે દરિયાના મોજા તોફાની બન્યા હતા. દરિયાકાંઠે વસવાટ કરતા લોકોના જણાવ્યા અનુસાર દરિયામાં વિશાળ મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિમોન્સુન એક્ટિવીટીના ભાગરૃપે અરબી સમુદ્રમાં લોપ્રેશર સર્જાયું છે. જેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેની અસરના કારણે દરિયાકાંઠે તીવ્ર પવન ફૂંકાયો છે. આ સિૃથતિને ધ્યાને લઈને જ હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી.