ઉપલેટાના ખાટકીવાસમાં જુગાર રમતા ૪ પત્તા પ્રેમી ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા તથા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર સાગર બાગમાર તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયેઙ્ગ ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી. આઈ. વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમ્યાન પોલીસ કોન્સ. ગગુભાઈ ગઢવી તથા નીરવ ભાઈ ઉટડીયાને હકીકત મળેલ કે ઉપલેટા ખાટકી વાસમાં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહયો હોવાની હકીકત મળતા રેઈડ કરતા (૧)મોહીન દિલાવર શેખ મુલ્લા રહે.ઉપલેટા ખાટકીવાસ.(૨) રજાક ઉર્ફે અકુડો કાસમભાઈ કટારીયા રહે.ઉપલેટા ખાટકીવાસ બજાર (૩) ઈકબાલ મોહમદ હુસેન બુખારી રહે.ઉપલેટા સ્મશાન રોડ ધરારના ડેલા પાસે (૪) નવાઝ દિલાવર શેખ રહે.ઉપલેટા ખાટકીવાસ વાળાઓને કુલ રોકડ રૂ.૨૦,૯૬૦ સાથે પકડી પાડી જુ.ધા. કલમ ૪-૫ મુજબ ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ.લગારીયા, એ.એસ.આઈ. દેવાયતભાઈ કલોતરા, ગોવિંદભાઈ વાઘમસી, પો હેડ કોન્સ. નિલેષભાઈ ચાવડા, જેન્તીભાઈ મજેઠીયા, પો.કોન્સ.દિનેશભાઈ ગોંડલીયા, વનરાજભાઈ રગિયા, યુવરાજસિંહ જાડેજા, નીરવભાઈ ઉટડીયા સહિતના જોડાયા હતા.