અંજારમાં તમાકુના જથ્થાબંધ વેપારીઓ દ્વારા કાળાબજાર કરાતા હોવાના આક્ષેપ

લોકડાઉન-૪ અમલી થતા તમાકુ, બીડીના વેપાર માટે છુટ મળવા છતાં અંજારમાં તમાકુ, બીડીના વેપારીઓ દ્વારા વધુ પૈસામાં વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો લોકોમાંથી બહાર આવી છે. આ મામલે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે.કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલી બનતા રાજ્ય સહિત સમગ્ર કચ્છમાં પાન, તમાકુ, ગુટકા, બીડીના વેંચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેાથી કાળા બજારીમાં વસ્તુઓ વેંચતા વેપારીઓને બખ્ખા થઈ પડયા હતા. હાલમાં પ્રતિબંધ દુર કરાયો છે છતાં હજુપણ બીડી, તમાકુ, ગુટકા, પાન, મસાલા વિગેરેના બંધાણની કિંમતમાં ઘટાડો આવ્યો નાથી. હજુપણ શહેરમાં અમુક જથૃથાબંધના વેપારીઓ દ્વારા નામ માત્રની સવારના ભાગે દુકાન ખોલ્યા બાદ મળતીયા છુટક વેપારીઓ માલ-સમાન લઈ જાય બાદમાં બંધ કરી દેવામાં આવે છે. હજુપણ શહેરમાં કાળાબજારીથી વસ્તુઓ વેચાઈ રહી છે. વેપારીઓ દ્વારા માલ ઓછો આવતો હોઈ નું બહાનું કરી તગડા ભાવ વસુલે છે. હકીકતે સૃથાનિક જાગૃતોના મતે લોકડાઉનમાં પાછલા બારણેાથી લાખોનો માલ કાળા બજારમાં વેચી વેપારીઓએ નાણા બનાવી લીધા છે અને હજુ આ વેચાણ ચાલુ છે. આ બાબતે મળતી વધુ વિગત મુજબ અમુક ગુટકાના પેકેટની ખરીદી પર કંપની તરફાથી ભેટમાં કુપનો આપવામાં આવે છે તો અમુક કંપની અમુક નંગ ફ્રી આપે છે. કંપની દ્વારા ભેટમાં અપાતી વસ્તુઓ પણ શહેરના અમુક શાણા વેપારીઓ વધુ દામમાં વેચી નાખે છે. આવી તરેહ-તરેહની ચર્ચા વ્યસનના બંધાણીઓ કરી રહ્યા છે. દસ દિવસ પહેલા છુટછાટ મળતા લોકોને ભાવ ઘટવાની આશા હતી. પરંતુ હજુ પણ તગડા ભાવો વસુલાઈ રહ્યા છે. જોકે અમુક વેપારીઓ, પાન, મસાલાની કિંમતે જ વસ્તુઓ વેચી રહ્યા છે. અંજારના એક જાગૃત નાગરિક સામજીભાઈ દ્વારા શહેરના પાન, મસાલાના હોલસેલના વેપારીઓના નામ જોગ અંજારની નાયબ કલેકટરની કચેરી તાથા અંજાર મામલતદારને રજુઆત કરવામાં આવી છે. પરંતુ જવાબદારો દ્વારા આજદિન સુાધી કોઈ તપાસ કરવામાં આવી નાથી. જેાથી અંજારમાં સંગ્રહખોર અને કાળાબજારના તમાકુના હોલસેલર વેપારીઓ બે રોક-ટોક વ્યસનીઓને લુંટી રહ્યા છે.