આજરોજ તા.૩૦/૦૫/૨૦૨૦ના દિવસે કચ્છ જીલ્લામાં કુલ ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેમની વિગતો નીચે મુજબ છે. • આ સિવાય શ્રી વિશાલ ઉમર ૩૩ વર્ષ, નિવાસી રોહતક હરિયાણાનો રિપોર્ટ આજરોજ અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે, તેઓ CREW મેમ્બર તરીકે ફરજ બજાવે છે. તેમને આઇસોલેશન માટે આદિપુર ખાતે હરિઓમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. • આજરોજ કુલ ૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ. જેમાં અલાયન્સ હોસ્પિટલ મુન્દ્રા-૩, હરિઓમ હોસ્પિટલ, આદિપુરમાં-૧ અને જિ.કે. જનરલ હોસ્પિટલ ભુજમાથી ૧ દર્દીને રજા આપવામાં આવી. અત્યાર સુધી નોંધાયેલ કેસો : ૮૦ અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૫૨ અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૨ +૧ (ગાયનેક કારણોસર ) એક્ટીવ પોઝીટીવ કેસો : ૨૫ ક્રીટીકલ કેસ : ૧ (શ્રી ખીમજી એ. નાકરાણી, તા.માંડવી )