નખત્રાણાના 57 ગામોમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ 60 કામો શરૂ
સુજલામ સુફલામ જળ અભિયાન-2020’ યોજના હેઠળ કલેકટરના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા સ્તરની સિમિતમાં નખત્રાણા તાલુકાના જુદા જુદા ગામોના તળાવો ઉંડા કરવા/નવા તળાવો બનાવવા માટે કુલ 117 કામોને મંજુરી આ૫વામાં આવી છે. જે હેઠળ આજ દિન સુઘી કુલ 27 સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી કામ ચાલુ કરવા ૫રવાનગી માંગતા તાલુકા નોડલ અને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, જળ સં૫તિ સંશોઘન પેટા વિભાગ, નખત્રાણા પાસે હાલના હયાત તળાવો/તથા નવા બનાવવાના થતા તળાવોની સરકારના ઘારાઘોરણ મુજબ તપાસ કરી, અક્ષાંશ/રેખાંશ સહીત ફોટોગ્રાફ ઉ૫રાંત સબંઘિત ગામની ગ્રામ પંચાયતના ઠરાવ સાથે અહેવાલ બાદ કુલ 27 સંસ્થાઓને કુલ 117 કામો શરૂ કરવા મંજુરી અપાઇ હતી.
તાલુકાના ગામડાઓ પાણી સંગ્રહ ક્ષમતામાં વઘારો થશે
નખત્રાણા તાલુકાના રામપર સરવા, રસલીયા, ખીરસરા નેત્રા, ખોંભડી, ઉમરપર બીબ્બર, મોટી અરલ, લુડબાય, દેવસર વગેરે જેટલા 57 ગામોમાં 60 જેટલા કામો શરૂ થઇ ગયેલ છે એમ નખત્રાણા પ્રાંત અધિકારી જી.કે.રાઠોડેજણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘હજુ ૫ણ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ અભિયાનમાં જોડાવા રજુઆત થઇ રહી છે. કામની ગુણવતા જળવાઇ રહે તે માટે નોડલ ઓફિસરીને સતત મોનીટરીંગ કરવા સૂચનાઓ આ૫વામાં આવે છે અને કલેકટર અને સબંધિત અધિકારીઓ દ્વારા ૫ણ કામોની આકસ્મિક મુલાકાતો લેવામાં આવે છે. આ અભિયાનથી નખત્રાણા તાલુકાના ગામડાઓ પાણી સંગ્રહ ક્ષમતામાં વઘારો થશે એમઅપેક્ષા છે’.