ભાવનગર માઢિયા પાસે ટ્રેક્ટર પલ્ટી મારી સળગી જતાં ત્રણ લોકો ના મોત નિપજયા

ભાવનગર માઢીયા ગામ નજીક આવેલ સવાઈનગર રોડ ઉપર થી રાત્રીના સમયે ડ્રાઈવરે ટ્રેક્ટર નું બેલેન્સ ગુમાવતા ચાર યકતિઓ સહિત ટ્રેક્ટર નીચે ખાડામાં પલ્ટી મારી ગયુ હતુ ટ્રેક્ટર પલ્ટી મારતા ટ્રેક્ટર મા ભીષણ આગ ભભુકી ઉઠી હતી અને ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા આ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડ નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી જ્યારે એક વ્યક્તિ નો બચાવ થયો હતો અને ત્રણ લોકો ના મોત નિપજયા હતા પોલીસ પણ દોડી આવી હતી