ભાવનગર, બોરતળાવ રીધ્ધી સિધ્ધી સોસાયટીમાં ફલેટની અગાશીમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂપિયા ૪૯,૭૫૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬૫,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા બોરતળાવ પોલીસ

હાલમાં COVID-19 કોરાના વાયરસની મહામારીથી બચવા માટે પુરા ભારત દેશમાં સરકારશ્રી દ્રારા લોકડાઉન જાહેર કરેલ હોય અને જેના તકેદારીના ભાગરૂપે સારૂ જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય જેથી ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં લોકડાઉનનુ તથા જાહેરનામાનો લોકો ચુસ્તપણે પાલન કરે અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવે તે માટે ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ.શ્રી ટી.એસ. રીઝવી સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ. રાવલ સાહેબ તથા સ્ટાફના માણસોએ બોરતળાવ, રીધ્ધી સીધ્ધી સોસાયટી, સમર્પણ ફલેટની અગાશી ઉપર જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો (૧) રાજેશભાઇ વેલાભાઇ વાધેલા ઉ.વ.૩૫ રહેવાસી-કુંભારવાડા, અક્ષરપાર્ક, ભાવનગર (2) રાજેન્દ્રસિંહ સુરૂભા ગોહીલ ઉ.વ.૩૮ રહેવાસી-સોમનાથનગર, ભાવનગર (૩) હર્ષદભાઇ ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૪૮ રહેવાસી- શિવનારાયણ સોસાયટી, ભાવનગર (૪) અર્જુનસિંહ હકુભા ગોહીલ ઉ.વ.૨૮ રહેવાસી- નારેશ્વર સોસાયટી, ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા રૂ|.૪૯,૭૫૦/- તથા મોબાઇલ ફોન-૪ તેમજ જુગાર સાહીત્ય સહિત કુલ રૂપિયા ૬૫,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ. રાવલ સાહેબ તથા આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.એસ.રીઝવી સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તેમજ બોરતળાવ પો.સ્ટે.ના સ્ટાફના હેડકોન્સ. બી.સી. ગઢવી તથા સી.આર. ગોહીલ તથા પો.કોન્સ. હીરેનભાઇ મહેતા તથા અતુલભાઇ ચુડાસમા તથા ધર્મરાજસિંહ જાડેજા તથા કુલદીપસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.