હાલમાં COVID-19 કોરાના વાયરસની મહામારીથી બચવા માટે પુરા ભારત દેશમાં સરકારશ્રી દ્રારા લોકડાઉન જાહેર કરેલ હોય અને જેના તકેદારીના ભાગરૂપે જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય જેથી ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં લોકડાઉનનુ તથા જાહેરનામાનો લોકો ચુસ્તપણે પાલન કરે અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવે તે માટે ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.એસ.રીઝવી સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.રાવલ સાહેબ તથા સ્ટાફના માણસોએ ભાવનગર, રેલ્વે કોલોની વાલ્મીકી સમાજના કર્વાટર્સ તથા બાલાજી હનુમાનના મંદીર સામે આવેલ પડતર જગ્યામાં સીમેન્ટના પાણીના બંધ ટાંકામાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪ તથા બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ. ૪૮,૦૦૦/- નો મુદામાલ ઝડપી પાડેલ અને આરોપી (૧) મનહરસિંહ ઉર્ફે વાવ વજુભા ગોહીલ (૨) ઇમરાન ઉર્ફે કડી એહમદભાઇ મકવાણા રહેવાસી-બન્ને ભાવનગર વાળા રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ. રાવલ સાહેબ તથા આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.એસ.રીઝવી સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા બાબાભાઇ આહીર તથા ટી.કે. સોલંકી તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તેમજ બોરતળાવ પો.સ્ટે.ના સ્ટાફના હેડકોન્સ. બી.સી. ગઢવી તથા સી.આર. ગોહીલ તથા પો.કોન્સ. હીરેનભાઇ મહેતા તથા અતુલભાઇ ચુડાસમા તથા કરણસિંહ વિગેરે જોડાયા હતા.