વરસાદની આગાહી વચ્ચે કંડલા પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ જારી

કેરળ પાસે ઉભા થયેલા ડિપ્રેશનના ચક્રાવાત ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થવાની હવામાન ખાતાની આગાહી વચ્ચે કચ્છમાં કેટલાક સૃથળે હળવા-મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આી છે. સંભવિત વાવાઝોડાની સિૃથતિને ધ્યાને લઈ કંડલા પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. કચ્છનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. પવનની ગતિ મંદ પડી હતી. મહત્તમ તાપમાન ઉંચકાતા લોકોએ આકરી ગરમી અનુભવી હતી. જુન માસના પ્રારંભે પવનની ગતિમાં ઘટાડો થતા અસહ્ય બફારો-ઉકળાટ અનુભવાયો હતો. લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની તુલનાએ એક ડિગ્રી ઉંચકાતા ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં આકરી ગરમીની અનુભૂતિ થઈ હતી. કંડલા એરપોર્ટમાં ૩૯.ર ડિગ્રીએ પારો સિૃથર રહ્યો હતો. જિલ્લા માથક ભુજમાં દોઢ ડિગ્રીના વાધારા સાથે ગરમીનો પારો ૩૯.૧ ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. નલિયામાં ૩૧.૧ ડિગ્રી સે નોંધાયું હતું. ભુજમાં વાતાવરણમાં ભેજનં પ્રમાણ સવારે ૭૭ ટકા અને સાંજે ૪૩ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ ૭ કિ.મી.ની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહી હતી.