ભાવનગરમાં ભારે ગાજવીજ સાથે પડ્યો વરસાદ, ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગે વાવાઝોડા અને વરસાદની કરેલી આગાહી વચ્ચે આજે ભાવનગર શહેરમાં આજે સવારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારે ઉકળાટ બાદ આજે શહેરમાં આ રીતે રીતસર ચોમાસું જ શરૂ થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. એકાએક પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ હતી. જો કે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાનું પણ જાણવા મળેલ છે તો સાથે જ શહેરના કેટલાક ઇલેકટ્રીક ટીસી પણ ઉડી ગયા હતા. આજે વરસાદી વાતાવરણ લગભગ ૪૫ મિનિટ સુધી જોવા મળ્યું હતું.