ગોંડલ માં લુડો ગેમ ન રમવા બાબતે ભાઇના મિત્રએ છરી ઝીંકી દીધી

ગોંડલ, રેતી ચોકમાં મોબાઇલમાં લુડો ગેમ ન રમવા ઠપકો આપતા ભાઇના મિત્રએ છરીથી હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોવિયા રોડ પર સિમેન્ટનું કારખાનું  ધરાવતા સલીમભાઈ દાઉદભાઈ બાલાપરિયાનો નાનોભાઈ ઈકબાલ અને તેનો મિત્ર સુલતાન હાઊભાઈ સુમરા રહે સૈનિક સોસાયટી મોબાઇલમાં લુડો ગેમ રમી રહ્યો  હતો સલીમભાઈ  દ્વારા બન્ને ને ઠપકો આપતા સુલતાનને માઠું લાગતા પોતાની પાસે રહેલ છરી વડે સલીમભાઈ પર તૂટી પડતાં ગંભીર રીતે ઘવાતાં સારવાર  માટે અત્રે ની  સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા ઘટના અંગેની તપાસ હોસ્પિટલ ચોકીના જમાદાર રફિકભાઈ  એ હાથ ધરી હતી.