ઉના તાલુકા ના કાજરડી ગામ માં કપડા કેમ નહી સિવિ દીધા તેમ કહીને છરી વડે હુમલો

ઉના તાલુકા નાં કાજરડી ગામે કપડા સીવવાનું કામ કરતા દેવસીભાઇ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ. રર) વાળા સાથે તેજ ગામનાં દેવસીભાઇ કિશનભાઇ સોલંકીએ કહેલ કે તે મારા  કપડા કેમ સીવી દીધા નહિં તેમ કહી ઝઘડો કરી ગાળો આપી પેન્ટનાં ખીસ્સામાં રાખેલ છરી વડે  હુમલો કરીને ઇજા કરેલ હતી. સીલાઇ કામ કરતા દેવસીભાઇ ડાબા  હાથમાં, પેટના  ભાગમાં છરીના ઘા મારતાં તેને બચાવવા વચ્ચે પડેલ હસમુખભાઇને પણ હાથમાં છરી મારી નાસી જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નાસી ગયેલ હતો બન્નેને ઉના દવાખાને સારવાર માટે આવતાં ઉના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી