માળીયાના ખાખરેચી ગામે બે મોટરસાયકલ ચોરીની ઘટનાને પગલે માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય અને બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી લેવા તપાસ ચલાવતી હોય અને બાતમીને આધારે ખાખરેચી ગામના પાદર પાણીના ટાંકા પાસે કાચા રસ્તેથી આરોપી અકબર ભુરાભાઈ ભટ્ટી રહે હળવદ, ગગજી જીવરાજ કોઢિયા રહે હળવદ અને દાઉદ કારૂ પરમાર રહે ખાખરેચી તા માળીયા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ બે મોટરસાયકલ કબજે લીધા છે. તસ્વીરમાં પકડાયેલ વાહનચોર (નીચે બઠેલ) સાથે માળીયા પોલીસનો સ્ટાફ નજરે પડે છે