17 વર્ષના સગીરે 8 વર્ષની બાળકીને વોકળામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, શખ્સની અટક

રાજકોટ. કુવાડવા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં 8 વર્ષની બાળા સાથે સગીરે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ગુનો નોંધાયો છે. ઘર નજીક એકલી રમી રહેલી બાળાને જોઈને સગીરે તેને બકાલી વોંકળામાં ઝાડી નીચે લઈ ગયો હતો અને દેકારો કરીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ બાળકીના પિતાને થતાં તેઓ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીર શખ્સ  સામે ફરિયાદ નોંધી અટક કરી છે. ફરિયાદી પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે હતું કે મારે ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે પોતે છુટક મજૂરી કરે છે. તેઓ ગઈકાલે કામ પર ગયા હતા. ત્યારે બપોરના સમયે તેની 8 વર્ષની દિકરી ઘરે રડતી રડતી આવતાં મોટી બહેને શું થયું? તેવુ પુછતાં બાળાએ જણાવ્યું હતું કે શાકભાજીનો ધંધો કરતા સગીરે તેનો હાથ પકડીને વોંકળામાં ખેંચી ગયો હતો અને રાડો પાડીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી બળજબરી કરી હતી. મોટી બહેને સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી. જેથી પિતાએ સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સગીર શખ્સ સામે IPC 376(2) જે, 376(3) એબી, 506(2) અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી શખ્સની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે બાળાનું તબીબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.