સુરતથી ગાંધીધામ આવેલાં 60 વર્ષિય કે.નાગેશ્વર રાવ નામના વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં તેમનું નિધન થયુંજિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે, આજે સાંજે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને હરિઓમ હોસ્પિટલથી ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં રીફર કરાયાં હતા. જી.કે.માં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો છે