ભુજ શહેર-તાલુકામાં થયેલી ડિઝલ ચોરીનો ભેદ ઉકેલાયો : 2 પકડાયા


પશ્ચિમ કચ્છમાં ફરી ડીઝલ ચોર ટોળકી સક્રિય બની છે.તાજેતરમાં ડિઝલ ચોરીના ઉપરાછપરી બનાવો પ્રકાસમાં આવતાં પશ્ચિમ કચ્છ ગુના શોધક શાખાએ બાતમીના આધારે ભુજના રેલ્વે સ્ટેશન સામે હાલાઇનગરમાં એક ઓરડીમાંથી નાના વરનોરાના બે શખ્સને ડીઝલનો જથ્થો અને ચોરીના કામે વપરાયેલા સાધન અને વાહનો ડીટેઇન કરી ભુજ એ ડિવીઝન,માનકુવા,પધ્ધર વિસ્તારમાં થયેલી અલગ અલગ ત્રણ ડિઝલ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.તો,બીજીતરફ નખત્રાણાના દેવપર યક્ષ પાસે પાર્ક કરેલી ટ્રકોમાંથી ડિઝલ ચોરી જવાનો કિસ્સો નખત્રાણા પોલીસ મથકમાં નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બીના પીઆઇ એમ.આર.ગોંડલીયા તથા પીએસઆઇ એસ. જે. રાણાના માર્ગદર્શન એલસીબી સ્ટાફે બાતમીના આધારે ભુજના રેલ્વે સ્ટેશનની સામે હાલાઇ નગરમાં એક ઓરડીમાં છાપો મારીને નાના દિનારાના અયુબ મલુક સમા (ઉ.વ 28),અને હમીદ દેસર સમા (ઉ.વ.28) રહે.નાના દિનારાને ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછ દરમ્યાન તેઓએ નોખાણીયા ગામના પાટીયા પાસે , રામદેવ કૃપા હોટલના પાર્કિંગમાંથી તેમજ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાહરનગર, બસસ્ટેશનમાંથી અને માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના શીવ પારસ મંદીર પાસે, દિવ્યબ્રહમલોક સ્કુલ પાસે ચાર બસોમાંથી ત્રણ સ્થળોએથી ડિઝલની ચોરી કરી હોવાનું કબુલતાં એલસીબીએ આરોપી પાસેથી 70 લીટર ડીઝલ કિંમત.4,550, 6 હજારના 3 મોબાઇલ અને ડીઝલ ભરવા ઉપગોથમાં લીધેલ ખાલી કેરબા નંગ ૬, પ્લાસ્ટીકની નળી તેમજ 6 લાખ 50 હજારની બે કાર તથા 35 હજારની બાઇક સહિત.6,95,850નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.તો બીજીતરફ નખત્રાણાના દેવપર યક્ષમાં ઘર પાસેના ચોકમાં પાર્ક કરેલી ટ્રક જીજે.12એયુ 9595માંથી 8,200ની કિંમનું 125 લીટર ડીઝલ તથા દેવાજી કાળુભા જાડેજાની ટ્રક જી.જે.12 18 ટી 987માંથી 50 લીટર ડીઝલ મળી કુલ 11,450ની કિંમતના ડીઝલની કોઇ ત્રણ ઇસમો કરી જતાં દેવપર યક્ષના ચનુભા દાનસંગજી પઢીયાર (ઉ.વ.51)એ નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.