માંડવીમાં ધાણી પાસાનો જુગાર રમતા 6 શખ્સ પકડાયા

જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા છ વ્યક્તિઓને પોલીસે પકડી પાડ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવીના નવાપુરામાં જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા રાકેશ પ્રવિણકુમાર પલાણ, અનિરુદ્ધસિંહ રામસંગજી ચાવડા, લલિત પ્રાગજી સોની, રાજુભા મેઘરાજજી જાડેજા, જયેશ પ્રેમજી વાણંદ, ધર્મેન્દ્રસિંહ બુધ્ધુભા ડાભી સહિત છ જણાને 20,200ની રોકડ રકમ, તથા 11,200ના ચાર મોબાઇલ સહિત 31,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.