દયાપર પાસે પવનચક્કીના પુર્જા લઇ જતું ટ્રેઇલર રોડની વચ્ચે ખોટકાયું

સરહદી લખપત તાલુકામાં આડેધડ નખાતી પવનચક્કીઓના કારણે અનેક મુશ્કેલી ઊભી થઇ છે. તેમાં વપરાતી ભીમકાય સામગ્રી ટ્રેઇલર દ્વારા પહોંચાડાતી હોય છે. મંગળવારે વહેલી સવારે દયાપર-વિરાણી હાઇવે પર મહાકાય મશીનરી લઇને જતું ટ્રેઇલર વળાંક લઇ રહ્યું હતું ત્યારે આવી રીતે ફસાઇને બંધ થઇ ગયું હતું. જેના કારણે સંપૂર્ણ માર્ગ જ ચારેક કલાક માટે બંધ થઇ ગયો હતો. તો બીજી બાજુ વિરાણી-નિરોણા માર્ગ પર દેવીસરની ચાડી પાસે ટ્રેઇલર ખોટકાઇ જતા રસ્તો બંધ થઇ ગયો હતો. હંગામી ધોરણે ડાયવર્ઝન બનાવીને રસ્તો ચાલુ કરાયો હતો.