Skip to content
સુરેન્દ્રનગર. વાકાનેર સીટીમાં એકાદ વર્ષ પહેલા થયેલ યુટીલીટી પીકપ બોલેરો ચોરીનો સાગરીત સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડના નાકેથી પકડાયો સંદીપ સિંધ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચના મુજબ હે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓએ જીલ્લામાંથી શરીર સબંધી , લુંટ , ધાડ , વાહન ચોરી જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓને અંજામ આપી નાસતા ફરતા ગુન્હેગારો તથા બહારના જીલ્લામાં ગુન્હાઓ આચરી અત્રેના જીલ્લામાં રહેતા આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા અલગ અલ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હતી. આથી ડી.એમ. ઢોલનાઓની એલ.સી.બી. પો.સબ.ઇન્સ.વી.આર.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના તથા બહારના જીલ્લાના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે ચોકકસ હકીકત મેળવી ચોર – મુદામાલ શોધી કાઢવા અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. જે કાર્યવાહી દરમ્યાન વાકાનેર સીટી પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં -૬૫ / ૨૦૧૯ ઇ , પી.કો કલમ -૩૭૯ મુજબના ગુન્હો કામે યુટીલીટી પીકપ બોલેરો ગાડી ચોરી કરનાર ગેંગનો સાગરીત ભગવત ઉર્ફે જીગો પ્રતાપભાઇ જાદવ જાતે વાણંદ રહે.ખારવા તા.વઢવાણ વાળો ગુન્હો કર્યા બાદ નાસતો ફરતો હોય , મજકુર હાલે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પાસે રિવરફ્રન્ટ રોડના નાકે ઉભેલ છે, આરોપીએ શારીરે પોપટી કલરનો શર્ટ પહેરેલ છે . તેવી ચોકકસ હકીકત મેળવી પુરતા પોલીસ બળ સાથે બાતમીવાળી જગ્યાએ છાપો મારીને પકડી પાડવામાં આવેલ . ઇસમ ભગવતભાઇ ઉર્ફે જીગો પ્રતાપભાઇ જાદવ જાતે.વાણંદ ઉવ .૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે.ખારવા તા.વઢવાણ વાળાની પુછપરછ કરતા પોતે વાકાનેર પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં -૬૫ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ -૩૭૯ ના કામે મહિન્દ્રા યુટીલીટી પીકપ બોલેરો ગાડીની ચોરીના ગુન્હા સંડોવાયેલ હોવાની કબુલાત આપતા મજકૂર ઇસમને સી.આર.પી.સી. કલમ -૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે . ખાતે સોપી , વાંકાનેર સીટી પો.સ્ટે . ખાતે જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આ કામગીરીમાં એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબના સીધા સુપરવિજન માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ વી.આર.જાડેજા તથા એ.એસ , આઇ . નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાલુભા તથા પો.હેડ.કોન્સ . જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ . અજયસિંહ વિજયસિંહ તથા અશ્વિનભાઇ કારણભાઇ એ રીતેની ટીમ દ્વારા ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે .