ખાટકી ફળિયામાં રહેણાકના મકાનમાં બકરાની કતલ કરી માંસનુ વેચાણ કરતા ત્રણ પકડાયા

ખાટકી ફળિયામાં રહેણાકના મકાનમાં બકરાની કતલ કરી માસનું વહેચાણ કરતા ત્રણ ઇસમો 12 કિલો માસ તથા કતલના સાધનો સાથે પોલીસે ઝડપી લીધા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના ખાટકી ફળિયામાં રહેતા અબ્બાસ અબ્દ્રેમાન ખાટકી પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે બકરાની કતલ કરીને તેનું માસ વેચી રહયા હોવાની બાતમી મળતાં મંગળવારે સવારે પોલીસે છાપો મારીને અબ્બાસ અબ્દ્રેમાન ખાટકી, હાજી સલીમ ખાટકી અને ઇકબાસ જુશબ ખાટકીને ઝડપી પાડ્યા હતા તેમના કબજામાંથી બકરાનું 12 કિલો માસ તથા કતલના સાધનો સહિત 9 હજારનો મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસે પશુ સરક્ષણ અધિનયમની કલમ 5(1),6,8 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.