મ્હે. ડી.આઈ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ ભાવનગર રેન્જ, તથા પોલીસ અધિક્ષકશ્રી શ્રી જયપાલસિંહ રાઠોડ સા. અને નાયબ પોલીસ અધીક્ષક. શ્રી ઠાકર સા, નાઓએ ભાવનગર શહેરના પેરોલ ફર્લો જમ્પના આરોપીઓને પકડી પાડવા સુચન કરેલ હોય તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સશ્રી કે.એમ.રાવલ અને ઈન્વે મદદના માણસો હેડ કોન્સ ભૈરવદાન ગઢવી, સી.આર.ગોહીલ હિરેનભાઈ સોલંકી, પો.કોન્સ હિરેનભાઈ મહેતા, કરણસિંહ ચૌહાણ, અતુલભાઈ કનુભાઈ, ધર્મદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ કનકસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન અંગત અને ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, ખુનના ગુનાનો પાકા કામનો પેરોલ જમ્પ આરોપી ભરત ગોરધનભાઈ વલેચા રહે. સિંધુનગર બ્રહમ કુમારીઝ સંસ્થાની સામે, ભાવનગર જાતે સિંધી કુમુંદવાડીના મિલીપાનના ગલ્લા પાસે ઉભેલ છે જેથી મજકૂર બાતમીવાળા ઈસમની તપાસ કરતા મળી આવતા મજકૂર ની પુછપરછ કરતા પોતે ભાવનગર ઘોઘારોડ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૪૧૪/૨૦૦૫ ઈ.પી.કો કલમ ૩૦૨ મુજબના ગુનાના કામે આજીવન કેદની સજા પડેલ હોય પાકા કામના કેદી તરીકે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ માંથી તા. ૦૨/૦૧/૨૦૨૦ થી તા. ૦૨/૦૩/૨૦૨૦ સુધીના દિન-૪૫ ના પેરોલ રજા ઉપર છુટેલ હોય અને મજકૂર ને તા. ૦૩/૦૩/૨૦૨૦ ના રોજ અમદાવાદ સાબરમતી જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હોવાનું જણાવેલ. જેથી મજકૂર ને પો.સ્ટે લાવી કોવીડ-૧૯ કોરોનનો રિપોર્ટ કરાવવા માં આવેલ અને નજરકેદ હેઠળ રાખવામાં આવેલ તેમજ આ કામે ભાવનગર ઘોઘારોડ પો.સ્ટે માં મજકૂર વિરુધ્ધ પ્રિઝન એક્ટ મુજબ એન.સી નં ૦૭/૨૦૨૦ થી ગુનો રજી થયેલ હોય આગળ ની કાર્યવાહી સારુ મજકૂર ને ઘોઘારોડ પો.સ્ટે સોંપી આપવા તજવીજ કરેલ છે.