કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલના માતુશ્રીનું નિધન

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રિય પ્રવકતા શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રબા હરિશ્ર્ચદ્રસિંહ ગોહિલનું આજે સવારે અવસાન થયું છે. તેઓ ૮૮ વર્ષનાં હતા. રાજેન્દ્રબા શક્તિસિંહનાં અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને રહેતા હતા. આજે તેમનું અવસાન થતા તેમનાં પાર્થિવ દેહને તેમના વતન લીમડા (હનુભા) ખાતે લાવવામાં આવી રહ્યો છે જ્યાં બપોર બાદ અંતિમ વિધી કરવામાં આવશે. કોરોનાની હાલની પરિસ્થિતીના કારણે ખુબ ઓછા લોકોની હાજરીમાં અંતિમ વિધી સંપન્ન થશે તેમ જાણવા મળ્યું છે. શક્તિસિંહ ગોહિલે સોશ્યલ મિડીયા પર માહિતી મુકી આજે ‘આજે મારા જીવનનું સૌથી મોટું નુકશાન છે’ તેમ જણાવી પોતાના માતાના અવસાનના સમાચાર આપ્યા હતા.