અબોલા જીવોના જતનની જ્યોત પ્રજ્વલિત કરી જીવન જ્યોત સેવા સમિતિ ભુજે


*ભુજ જીવન જ્યોત સેવા સમિતિ* દ્વારા *પ્રભુભાઈ પ્રજાપતિ (આદેશ કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ સેન્ટર છઠ્ઠીબારી રીંગરોડ ભુજ)* તથા *ધનજીભાઈ કે. પાધરા (પટેલ) સુખપર ભુજ* સયુંક્ત દાતાઓના સહયોગથી રવિવારની રંગત અબોલા જીવોના જતન માટે પક્ષીઘરો તથા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ અને અબોલા ચોપગા જીવોને પાણી પીવા માટેની ચાડીઓ ભુજ શહેરની ગઢરાંગ બહારની નવી રાવલવાડી રિલોકેશન સાઇટ ની બહાર આવેલી નરનારાયણ સોસાયટી વિસ્તારના તમામ લોકોને *૧૨૫* પક્ષીઘરો, *૧૨૫* પક્ષીઓના પાણી પીવા માટેના કુંડાઓ *૧૫* અબોલા ચોપગા જીવોને પાણી પીવા માટેની ચાડીઓ વિતરણ કરવામાં આવી હતી અને હજુ પણ આ સેવાયજ્ઞ ચાલુ છે લોકડાઉન દરમ્યાન આ સમિતિ દ્વારા *૩૫૦૦* પક્ષીઓના પાણી પીવા માટેના કુંડાઓ અને પક્ષીઘરો સાથે *૧૫૦૦* અબોલા ચોપગા જીવોને પાણી પીવા માટેની ચાડીઓ ભુજ શહેરની અંદર અને ગઢરાંગ બહારની તમામ રીલોકેશન સાઇટ્સ ની વિવિધ સોસાયટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવી છે સોશ્યલ ડિસ્ટન્સિંગ કંમ્પલસરી રાખીને આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહી છે આકુલ્લ છ વર્ષમાં *અઢાર હજાર પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ, અગિયાર હજાર પક્ષીઘરો, અને નવ હજાર અબોલા ચોપગા જીવોને પાણી પીવા માટેની ચાડીઓ* વિતરણ કરવામાં આવી છે અને હજુ પણ આ સેવાયજ્ઞ ચાલુ જ છે સતત *જીવન જ્યોત સેવા સમિતિ* વિતરણ સ્થળે દરેક સોસાયટી વિસ્તારના લોકો પાસેથી *જૂના પહેરવા લાયક કપડાંઓ, રમકડાંઓ, જૂના વાસણોં, જૂની રદી પસ્તીઓ,* એકત્રીકરણ કરી અને ભુજ શહેરની આસપાસની તથા હાઈવે રોડ પરની અતિ જરૂરતમંદ ગરીબ રંક પરિવારોની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે અને જૂની રદી પસ્તીઓ વેંચી તેની રોકડ રકમ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ અને પક્ષીઘર માટેની મજુરીમાં આપવામાં આવે છે. જે કોઈપણ સોસાયટી વિસ્તારમાં આવાં કાર્યક્રમ રાખવા હોય તો *૯૯૭૯૨૭૭૮૯૯* કોલ કરી જણાવવાનું રહેશે અને આ કાર્યક્રમ ફક્ત રવિવારે સાંજે પાંચ સાડા પાંચ વાગ્યે જ રાખવામાં આવશે *કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ સારૂં સાવચેતીના પગલારૂપે કોવીડ-૧૯ના જાહેરનામા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મોઢાં પર માસ્ક અને હાથમાં મોજાં પણ પહેરીને ફરજીયાત આવવાનું રહેશે* એવું આ જીવન જ્યોત સેવા સમિતિના મિડિયા કન્વીનર તરીકે ફરજ બજાવતા શ્રી. પંકજકુમાર વ્યાસે જણાવ્યું હતું વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે જો આ સમિતિને જે દાતાઓ દાન રોકડ રકમ આપે અને એને ગમે તે *પક્ષીઘરો, પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ પર જે નામ લખાવું હોય તે પણ લખાવી આપી તેમના કહેવા મુજબના રાજીપાથી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આવી રીતે અસંખ્ય પ્રમાણમાં આ તમામ સામગ્રીઓ વર્તમાન લોકડાઉનમાં જનહીતમાં સેવાકીય શ્રમયજ્ઞમાં સમર્પિતભાવે બિલકુલ નિ:શુલ્ક પણે વિતરણ કરવામાં આવી છે અને હજુ પણ આ સેવાયજ્ઞ મોટાપાયે ચાલી રહી છે આ સમિતિ વિતરણ સમારોહ સ્થળે કોઈપણ જાતની દાનપેટી રાખતી નથી અને તેની ઓફિસ પર લેવા આવતાં લોકોને એક પક્ષીઘર તથા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડો ફ્રી આપવામાં આવે છે પણ વધુ જોઈએ તો રાહતદરે ચાર્જ લેવામાં આવે છે બાકી કાર્યક્રમ દરમિયાન નહીં.