એસ.ઓ.જી. ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસને મળેલ બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૦૧/૦૬/૨૦૨૦ ના રોજ મહિલા કોલેજ સર્કલ પાસેથી આરોપી (૧) પ્રફુલભાઇ ઉર્ફે પપ્પુ શત્રુધ્નભાઇ પરમાર /કોળી ઉવ. ૨૪ ધંધો- મજુરીકામ રહે. બ્લોક નં. ૨૨-બી, રામેશ્વર સોસાયટી, હાદાનગર રોડ, ભાવનગર (૨) વિજયભાઇ પ્રેમજીભાઇ પરમાર /કોળી ઉવ. ૩૧ ધંધો-મજુરી રહે. શ્રીજીનગર પ્લોટ નં. ૨૨, સિદસર રોડ ભાવનગરવાળાઓને નંબર પ્લેટ વિનાના હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચેસીસ નંબર MBLHA10CGGHC75184 તથા એન્જીન નંબર- HA10ERGHC75947 સાથે ઉભો રાખી મો.સા.ના માલીકી બાબતે પુછતા યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપતા મો.સા. નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનમાં માલીકી પણાની ખરાઇ કરતા અન્યના નામે મો.સા. રજીસ્ટર હોય જે બાબતે મજકુર યોગ્ય ખુલાસો નહી કરતા મો.સા.ની. કિ.રૂ।. ૨૫૦૦૦/- ગણી કબ્જે કરેલ અને મજકુરની અટકાયત કરી રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ મોટર સાયકલ ચોરી બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી બાબતે ફરિયાદ રજીસ્ટર થયેલ છે. મજકુર બંન્ને સામે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.