કોવિડ-૧૯ની વૈશ્વિક ગંભીર મહામારીના કટોકટી સમયમાં પાલીતાણા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોની વહારે આવી માનવધર્મની ભાવનાને ધ્યાનમાં રાખી સુંદર માનવધર્મ બજાવી પાલીતાણા ખાતેની શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના માધ્યમથી તેમજ તેમના સિનિયર મેનેજર શ્રી મનુભાઈ શાહ તેમજ આસિસ્ટ મેનેજર શ્રી એ.ડી.શાહ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી અને નગરપાલિકા પાલીતાણાના પ્રમુખશ્રી તથા વિરોધ પક્ષના નેતા શ્રી અને તમામ સદસ્યશ્રીઓના માર્ગદર્શન અને સુંદર આયોજન હેઠળ શ્રમજીવી બહેનો અને ડોળી કામદારોને કીટ-૨,૧૦૦, વિધવા, ત્યક્તા અને નિરાધારને ૧,૫૦૦ કીટ, ગ્રામ્ય વિસ્તારના તથા સામા કાંઠાના ગામડાઓમાં ૧,૨૦૦ કીટ અને શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના કર્મચારી તથા રોજમદારોને ૫૦૦ કીટ વગેરે સહિત આજદિન સુધીમા ૯,૦૦૦ રાશનકિટનુ વિતરણ કરવામા આવ્યુ છે. જેમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેનુ એક કીટનું અંદાજીત વજન ૩૦ થી ૩૫ કિલો જેટલુ થાય છે અને ૧ કિટની કિંમત ૧,૮૦૦ રૂ. છે. આ અદભુત કામગીરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા, નગરપાલિકા પ્રમુખ શ્રી જયપાલસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગોરધનભાઈ ગોટી, વિરોધ પક્ષના નેતા શ્રી પ્રવીણભાઈ ગઢવી તેમજ પ્રાંત અધિકારીશ્રી વર્મા, મામલતદાર શ્રી ભટ્ટ અને ચીફ ઓફીસરશ્રી દવે દ્વારા બિરદાવવામા આવેલ છે તેમજ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો આવા કપરા સંજોગોમાં પાલીતાણા તાલુકાને સહાયરૂપ થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.