ચાલો જાણીએ કચ્છપ્રદેસ ના મબલખ ખનીજ ફિલ્ડ ને

જુરાસિક કચ્છ પ્રદેસ ગુજરાતમાં ખનીજ ની દ્રસ્ટી એ સમુધ્ધ એવો ભાગ્યશાળી વિસ્તાર છે અહી લાઈમસ્ટોન થી લઈ લિગ્નાઈટ સુધી ના ખનીજ ક્ષેત્રઉધોગોને ભરપૂર વિકાસ ની તક આપે છે. લાઈમસ્ટોન ની વિપુલ સમુધ્ધિ દેશમાં અવ્લ એવી સાંઘી. જે.પી; સિમેન્ટ. અલ્ટ્રાટેક ને અહી સ્થાયી થવા પુરેપુરો મોકો આપ્યો છે.  તો કચ્છ નો લિગ્નાઈટ દાયકાઓ લગી ગુજરાત ના નાનામોટા ઉધોગો ને બળતણ માટે ઉપયોગી પુરવાર થયો છે

    અબડાસા લખપત જેવા તાલુકા લાઈમસ્ટોન ના મબલખ ભંડાર છે અને લખપત વિસ્તાર માં લિગ્નાઈટે ખરેખર રંગ રાખ્યો છે.

આવુજ  ક્ષેત્ર છે બોકસાઈટ (એલ્યુ મીના  ની કાચી ધાતુ) નું જે GMDC હસ્તક છે.જે આગામી સમય માં ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મુકાય તેવી સંભાવના ફોકીયા ના એમ,ડી.નિમિષભાઇ ફળકે એ  વ્યક્ત કરી છે માંડવી. અબડાસા બોકસાઈડ માટે ઉજળા સંજોગો ધરાવે છે.

કચ્છડા કામણગારા માં તદુપરાંત ચાયનાકલે. વ્હાઇટકલે. બેંટોનાઇટ ઉધોગોનો પણ      સારો એવો વિકાસ નજરે પડે  છે ……

     બ્લેકટ્રેપ .સેન્ડસ્ટોન ની ખાણો એ પણ સારું એવું કાઠું કાઠયું છે તે ઉલેખનીય છે.

 આપણો કચ્છ પ્રદેસ વર્ષે લાખો ટન ખણીજોનું ઉત્ખનનકરી અબજો ની આવક ગુજરાત સરકાર ને રળી આપે છે જે એક નક્કર હકીકત છે.

           હાલના કોરોના મહામારી ના કફોળા સમય માં ખનીજ ક્ષેત્રે સોએસો ટકા ખાસ્સું એવું ઢપ થઈ ગયું છે પણ  લોકડાઉન 4  મે 31 ના આટોપી લેવાતા પુન ચેતનવતો ધમધમતો થઈ જશે.કોઈ શક?

         છેલ્લેમીઠા નમકને પણ ખનીજ લગતું ગણવા માં આવેતો સદી ઉપરાંત ના સમય થી મીઠા ઉધોગ નો  દબદબો રહ્યો છે. કચ્છ પ્રદેસ માં….કચ્છ માં હજારો હેક્ટર માં મીઠાના અગર કારખાના ધમધમી રહ્યા છે.

       કચ્છ નું નાનું રણ  /  દરિયા કાંઠા ના વિસ્તાર ને હવેતો મોટા રણ માં કુદરતી પાકેલું લાખોટન મીઠું કચ્છ બહાર કચ્છની આન બાનને શાન ને ઉનન્ત મસ્તિક લહરાવે છે. તેનીબાયપ્રોડક્સસોલ્ટ જીપ્સમ .બ્રોમાઈન ના કારખાના પણ કચ્છમાં ઊભા થયા છે. ગાંધીધામ તાલુકા ના ગામો અંજાર તાલુકા ગામો મુન્દ્રા. જખૌ. માંડવી વિસ્તાર તથા   ભચાઉ ના કાંઠા મીઠાના અગરોથી જીવત ભાસે છે .

         ઉપસહાર માં જોઈએ તો કચ્છ પ્રદેસ માં સાદી રેતી. સીલિકાસેન્ડ ગ્રેનાઇટ પીળોમાર્બલ( લાઈંમસ્ટોન) લાખેણા કલરસ્ટોન ઘણું બધુ છૂટટુ તો છૂટટુ  મોટી માત્રા માં ઉપલબદ્ધ છે

                           આવી છે કચ્છ ના ખનીજ ક્ષેત્રે ની દુનિયા………. 

આશા ,,, છે દર્શકો ,,, વાચકો ને ગમશે જ ……….

                                             હિતેષ સોની  એડિટર

કચ્છ કેર ટીવી ન્યૂઝ એન્ડ નુતન કચ્છ ભુજ