વરસાદથી ભીરંડીયારા-વેકરીયાના રણમાં ૫૦થી વધારે વાહનો ફસાયા

નિસર્ગ વાવાઝોડાની અસર તળે કચ્છમાં પણ આજે કમોસમી વરસાદ થયો હતો. જેના પગલે અનેક સૃથળોએ હોર્ડીંગ્સ પડી જવાની ઘટનાઓ બની હતી. તો હાલમાં ભુજ-ખાવડા રોડના નવીનીકરણની કામગીરી ચાલુમાં હોવાથી વરસાદના લીધે ચીકણી માટીના કારણે વેકરીયા-ભીરંડીયારા વચ્ચે ૫૦થી વધુ વાહનો ફસાયા હતા. મોડી સાંજ સુાધી વાહન વ્યવહારને પૂર્વવત કરવાની દોડાધામ મચી હતી.છેલ્લા ચારેક માસાથી ખાવડા-ભુજના નવીનીકરણની કામગીરી ચાલુમાં છે જો કે, લોકડાઉનના કારણે હાલમાં સતત દોઢ માસ સુાધી રોડની કામગીરી બંધ હતી પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી રોડની કામગીરી જોશભેર શરૃ કરી દેવામાં આવી છે. રોડની સપાટી ઉપર લાવવાની હોવાથી વેકરીયા-ભીરંડીયારા વચ્ચે ડામર રોડને ઢાંકી દેવામાં આવ્યો છે અને તેની ઉપર બન્નીની ચીકણી માટી પાથરી દેવામાં આવી છે. જો કે, આજે અચાનક આવી પડેલા કમોસમી વરસાદના કારણે ચીકણી માટીનું ધોવાણ થવાના કારણે સેંકડો વાહન ફસાઈ ગયા હતા.વેકરીયા અને ભીરંડીયારા વચ્ચે દસ કિ.મી.ના અંતરમાં ડામર રોડને ઢાંકીને તેના પર ચીકણી માટી પાથરવામાં આવી છે જો કે, આજે વરસાદના કારણે વાહનો તેના પરાથી પસાર થઈ શકયા ન હતા. પરિણામે, બન્ની-પચ્છમાથી આવતા અને જનારા તમામ લોકો રોડ પર અટવાઈ પડયા હતા. પાંચેક કિ.મી. સુાધી વાહનોની કતારો લાગી હતી. ખાવડા આવવા અને જવા માટેના તમામ પ્રયાસો લોકો દ્વારા કરાયા હતા. સૃથાનિક આગેવાનો અને તંત્ર દ્વારા વાહન વ્યવહારને પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, આ વેળાએ કોઈ મેડીકલ ઈમરજન્સી આવી ચડે તો જીવનો જોખમ સર્જાય તેવી લાગણી વ્યકત કરી હતી