વિશ્વ આખું કોરોના વાયરસની મહામારીના ભરમારમાં આવી ગયું છે ત્યારે ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના અલગ અલગ તબકકાઓ દ્વારા રોગના સંક્રમણને ખાળવા અને આ વિકટ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવાના પ્રયાસોમાં ગાંધીધામ ચેમ્બર જનતા લોકડાઉનના પ્રથમ દિવસથી જ લોકસેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ કરેલ હતું. લોકડાઉન સમય દરમ્યાન ચેમ્બર ધ્વારા ૧૦ હજાર રાશનકિટ અને માસ્ક તથા સેનેટાઈઝરનુ વિતરણ કરવામાં આવેલ હતું.આ દરમિયાન કચ્છમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને પોતાના વતનમાં પહોંચાડવા માટે સરકાર દ્વારા ખાસ ટ્રેનો દોડાવવાનું નક્કી થતાં ગાંધીધામ ચેમ્બર કચ્છ જિલ્લા ભાજપ તેમજ સાંસદની પ્રેરણાથી શ્રમિકોને ફૂટ પેકેટ, છાશ અને પાણીની બોટલ વિના મૂલ્યે વિતરણ કરવા માટે ચેમ્બર સભ્યોને ટહેલ નાંખતા ચેમ્બરના સભ્યો તથા સંલગ્ન સંસ્થાઓએ આ કાર્યને ઉપાડી લઇ અલગ અલગ રાજ્યોમાં જતી ૧૬ ટ્રેનોના અંદાજે રપ૦૦૦ હજાર શ્રમિકોને જરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું દરેક શ્રમિક ટ્રેન પ્રસ્થાન સમયે જિલ્લા પ્રશાસનના સાથ સહકાર દ્વારા ગાંધીધામ ચેમ્બરના હોદેદારો, સભ્યઓ અને દાતાઓ જાતે સ્ટેશન પર હાજર રહી ફૂડ પેકેટ વિતરણની કામગીરી સંભાળી ચેમ્બરની પ્રતિષ્ઠાને માનવતાના આ ઉમદા કાર્ય દ્વારા વધારી હતી. આ કામગીરીને દાતાઓના યોગદાન દ્વારા માનવીય સંવેદના સાથે જોડાયેલા કાર્યને સંપાદન કરવામાં આવેલ હતું.ગાંધીધામથી વિવિધ રાજ્ય બિહાર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, બિહાર, ઓડિશા ઝારખંડ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ સહિતના પ્રદેશના શ્રમજીવીઓને પોતાના વતનમાં મોકલવામા આવ્યા હતા જેને ગાંધીધામ ચેમ્બરે દાતાઓ તેજાભાઇ કાનગડ (નીલકંઠ સોલ્ટ ગ્રુપ, ઉપ-પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર), જયેશભાઈ રાજદે (જે.આર. ગ્રુપ), બાબુભાઈ હુંબલ, મયંક સિંઘવી (ફ્રેન્ડઝ ગ્રુપ), સંજય ગાંધી (લાયન્સ ક્લબ, ગાંધીધામ), રાકેશ અગ્રવાલ (અમૂલ્ય માઇકો), આશિષ જોશી (માલારા ગ્રુપ/મા.મંત્રી, ગાંધીધામ ચેમ્બર), હરિરામ (સમુદ્ર શિપિંગ) પીટર ચાલો (કોચ ટ્રેડ શિપિંગ) રાજેન્દ્ર જૈન, (ઘનશ્યામ એન્ટરપ્રાઈઝ), હરીશભાઈ મહેશ્વરી અને બળવંત ઠક્કર સ્વ. રામજીવન પોદાર (પોલર ફેમિલી)ના આર્થિક સહયોગથી વિવિધ ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું