બોટાદના લીમડા ચોકમાં બંધ મકાનમાંથી ૪૯,૨૦૦/-નાં જુગારનાં મુદ્દામાલ સાથે ૪ શકુનિઓને પકડી પાડતી બોટાદ પોલીસ ટીમ




ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* નાઓએ ભીમ અગીયારસનાં તહેવારમાં જુગારની બદી નાબુદ કરવા આપેલી સુચના અન્વયે તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના* માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.બી.કરમટીયા* તથા સ્ટાફના માણસોએ બાતમીરાહે હકીકત મેળવી ખાસ વોરંટ મેળવી બોટાદ લીમડાવાળા ચોક પાસે રહેતા દેવેશભાઈ જયંતીભાઈ શાહના ઘરમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા (૧) દેવેશભાઈ જયંતીભાઈ શાહ જાતે જૈન વાણીયા ઉ.વ.૫૨ રહે- બોટાદ લીંબડા ચોક પાસે તા.જી.બોટાદ (૨) ભરતભાઈ હંસરાજભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ ઉ.વ.૫૭ રહે- બોટાદ લીમડાવાળો ચોક શાંન્તીલાલ શેઠની શેરી તા.જી.બોટાદ (૩) પ્રદિપભાઈ ધીરૂભાઈ ચડોતરા જાતે પ્રજાપતિ ઉ.વ.૩૨ રહે- બોટાદ પાવર હાઉસ પાસે તા.જી.બોટાદ (૪) મહેન્દ્રભાઈ તારાચંદભાઈ સોમાણી જાતે જૈન વાણીયા ઉ.વ.૬૫ રહે-બોટાદ વખારીયા ચોક નરસિંહ કુવા પાસે તા.જી.બોટાદ વાળાઓને રોકડા રોકડ રૂ.૩૨,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૪ કિ.રૂ.૧૬,૫૦૦/-તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦- મળી કૂલ મુદ્દામાલ કિ.રૂ.૪૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૪,૫ મુજબની કાર્યવાહી કરેલ છે.આ કામગીરીમાં સ્ટાફનાં H.c દશરથસિંહ ગોહિલ P.c ભાવેશભાઇ શાહ P.c ગોકુળભાઇ ઉલ્વા P.c રવિરાજસિંહ ડોડીયા P.c વનરાજભાઇ ડવ વગેરે નાઓ રોકાયેલ હતા.