ચોટીલા પોલીસે પકડેલા દારૂ પર ફર્યુ બુલડોઝર

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસે ચોમાસા પૂર્વે લાખો રૂપિયા ના દારૂ નો નાશ કર્યો હતો. દારૂના જથ્થા પર ખુલ્લી જગ્યા માં બુલડોઝર ફેરવી દેવા માં આવ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં રોજનો પોલીસ વિભાગ દ્વારા લાખો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હાઇવે ઉપર રોજ-બરોજના લાખો રૂપિયાના દારૂ અન્ય રાજ્યોમાં ગુજરાતમાં થઈને પ્રવેશ થઇ રહ્યો છ.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસની કામગીરી સારી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ માં પોલીસ વિભાગ સતત હાઇવે ઉપર પેટ્રોલિંગ અને તપાસમાં અલગ અલગ સ્થળે થી દારૂ ઝડપી લેવાની કામગીરી ચોટીલા પોલીસ ની સારી એવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન કુલ 24 ગુન્હાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો 31,284 બોટલો કિંમત 9428260 નો નાશ કરવામાં આવ્યો હતો. પીઆઇ પટેલ, પીએસઆઇ જાડેજા અને મામાલદાર ગોઠી ચોટીલા પ્રાંત અધિકારી અંગારીની હાજરીમાં લાખો રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે.ખુલ્લી જગ્યા ઉપર પ્રાંત અધિકારી મામલતદાર અને ચોટીલા પી.આઈ પીએસઆઇ ની હાજરીમાં દારૂ ગોઠવીને બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે ત્યારે આ દારૂનો ની કિંમત અધધધ 94 લાખ કરતાં પણ વધુની હોવાનું બહાર આવ્યું છે ત્યારે ગઈકાલે આ તમામ દારૂનો ચોમાસા પૂર્વે ચોટીલા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.