કચ્છમાં ૬ જુન સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી સ્થગિત

હિક્કા બાદ નિસર્ગ વાવાઝોડાનો ખતરો કચ્છ ઉપરાથી ટળ્યો છે પણ તકેદારી રૃપે જિલ્લાનું તંત્ર એલર્ટ મુડમા છે. ગત દિવસે ભારે પવન બાદ છુટો છવાયો વરસાદ પણ થયો. તંત્ર દ્વારા પણ જિલ્લામાં હળવાથી મહત્તમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલની પરિસિૃથતીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી સૃથગિત કરી દેવામાં આવી છે.અત્યાર સુાધીમાં ૧૭૩૧ ટન ઘઉંની ખરીદી થઈ ચુકી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે એવા હેતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાતી હોય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ નિયત સમયે ઘઉંની ખરીદી શરૃ કરાઈ હતી. પરંતુ પ્રાથમ લોકડાઉન અમલી બનતા ખરીદી બંધ કરાયા બાદ વર્તમાન સમયે ચાલુ હતી. જેને વાવાઝોડાની સંભાવનાના પગલે પુનઃ સૃથગીત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં માંડવી અને નલિયા કેન્દ્ર ખાતે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. કચ્છમાં કુલ ૧૪૪૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં માંડવી ખાતે ૮૩૬ અને નલિયા કેન્દ્રમાં ૬૧૦ ખેડૂતોની નોંધણી થઈ છે. જ્યારે માંડવી કેન્દ્ર પર ૩૫૧ ખેડૂતોએ ૯૮૧ ટન જ્યારે નલિયા કેન્દ્ર પર ૨૫૩ ખેડૂતોએ ૭૫૧ ટન ઘઉંનું વેંચાણ કર્યું છે. પરંતુ હાલમાં વાવાઝોડાના પગલે આગામી તા. ૬ જુન સુાધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી સૃથગીત કરવામાં આવી છે. તા. ૭મીથી ઘઉંની ખરીદી માંડવી અને નલિયા કેન્દ્ર પરાથી પુનઃ શરૃ કરાશે.