રશિયામાં 20 હજાર ટન ડીઝલ ઢોળાયા બાદ નદીનું રંગ બદલાઈને લાલ થયું

af9a3656163af4a6b627730e60baa0ca27469369bfaaeaff740616c14731d59d

રશિયાના સાઈબેરિયામાં એક પાવર પ્લાન્ટમાંથી 20 હજાર ટન ડીઝલ ઢોળાયા બાદ નદીનું રંગ લાલ થઈ ગયું છે. ઓઈલ લીક થયા બાદ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. જે પ્લાન્ટમાંથી ઓઈલ લીક થયું છે તે સાઈબેરિયાના નોર્લિસ્ક શહેરમાં સ્થિત છે.

પાવર પ્લાન્ટમાંથી ડીઝલ લીક થયા બાદ અંબરનાયા નદીમાં મળી ગયું હતું. જેનાથી નદીનું રંગ બદલાઈ ગયું છે. રશિયાના નિષ્ણાંત આ નદીને સાફ કરવા માટે યુદ્ધસ્તરે કામગીરી કરી રહ્યા છે. ત્યાંજ કેટલાક પર્યાવરણ નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે આ નદીને સાફ કરવાનો ખર્ચ 1.16 બિલિયન સુધી પહોંચી શકે છે. નદીને સાફ કરવી એ અઘરું છે.જણાવવામાં આવી રહ્યુ છે કે, પ્લાન્ટમાં ફ્યૂઅલ ટેન્કને સપોર્ટ કરતા પિલર્સ જમીનદોસ્ત થઈ જવાથી ઓઈલ પાણીમાં ઢોળાઈ ગયું હતું. જે પ્લાન્ટમાંથી ડીઝલ લીક થયું છે તે નોર્લિસ્ક નિકિલનું એકમ છે. આ કંપની નિકેલ અને પેલેડિયમ ધાતુનું ઉત્પાદન કરવા મામલે દુનિયાની ટોચની કંપનીઓમાં સામેલ છે.